શોધખોળ કરો

Whatsapp : વોટ્સઅપમાં થયો મોટો ફેરફાર, ચેટિંગ કરવું બન્યું વધુ સરળ પરંતુ...

નવા અપડેટની જાણકારી wabetainfo દ્વારા તેના રિપોર્ટમાં આપવામાં આવી છે. વેબસાઇટે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. અમે અહીં તમારી સાથે સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છીએ.

WhatsApp : વોટ્સઅપે તાજેતરમાં એન્ડ્રોઇડ બીટા એપ માટે એક નવું અપડેટ બહાર પાડ્યું છે. આ અપડેટ એપના ટેબલેટ વર્ઝનમાં સ્પ્લિટ વ્યૂ ફીચર લાવી છે. આ નવું અપડેટ વપરાશકર્તાઓને ખરેખર પસંદ આવશે કારણ કે અપડેટ ટેબલેટના ઇન્ટરફેસ સાથે સુસંગત છે. તે તમને મોટી સ્ક્રીન પર વધુ સારો અનુભવ આપે છે. અપડેટ સંપૂર્ણપણે રોલઆઉટ થયા બાદ યુઝર્સ ટેબ્લેટ સ્ક્રીન પર એકસાથે એપ્લિકેશનના બે જુદા જુદા વિભાગોને જોઈ શકશે અને તેનો ઉપયોગ કરી શકશે. ચાલો આ ફીચર વિશે વિગતવાર જાણીએ.

ટેબ્લેટ વર્ઝન માટે નવું અપડેટ

નવા અપડેટની જાણકારી wabetainfo દ્વારા તેના રિપોર્ટમાં આપવામાં આવી છે. વેબસાઇટે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. અમે અહીં તમારી સાથે સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છીએ. તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે Android ટેબલેટ માટે WhatsAppના નવીનતમ બીટા વર્ઝન પર સ્પ્લિટ વ્યૂ કામ કરી રહ્યું છે. અગાઉ જ્યારે ટેબલેટ વર્ઝનમાં WhatsAppનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે ચેટ વ્યૂ આખી સ્ક્રીનને ઉપાડી લેતો હતો. આ સ્થિતિમાં યુઝર્સને દર વખતે કોઈની ચેટ ખોલવા માટે ચેટ લિસ્ટમાં પાછા જવું પડતું હતું. જો કે, નવા અપડેટમાં જ્યારે તમે ચેટ ખોલશો ત્યારે ચેટ લિસ્ટ હંમેશા દેખાશે. તેની સાથે કોલ અને સ્ટેટસ વ્યૂ પણ ઉપલબ્ધ છે.

જો અપડેટ પ્રાપ્ત ન થાય તો શું કરવું?

જો તમને હજુ સુધી આ અપડેટ નથી મળ્યું, તો તમારા એન્ડ્રોઈડ ટેબલેટ માટે પ્લે સ્ટોર પરથી WhatsApp બીટાનું લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરો. ત્યાર બાદ તમને ટેબલેટ વર્ઝન માટે ટ્વીક કરેલ ઈન્ટરફેસ મળશે. જો આ પછી પણ તમને અપડેટ ન મળે તો થોડા દિવસો રાહ જુઓ. કારણ કે અપડેટ ધીમે ધીમે બધા વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે WhatsApp તરફથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે આવનારા સમયમાં પણ આવા જ ઉપયોગી અપડેટ્સ આપતું રહેશે.

IOS યૂઝર્સ WhatsApp પર કરી શકે છે આ કમાલનુ કામ, ચેટિંગ થશે વધુ ચટપટી

 ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહ્યું ચે. વૉટ્સએપમાં સ્ટીકરનો ઉપયોગ લોકો આજે ખુબ કરી કરે છે. કોઇ તહેવાર પર લોકો મેસેજની જગ્યાએ આસાન અને સરળ સ્ટીકર મોકલે છે, સ્ટીકર માટે આજે પણ લોકો થર્ડ પાર્ટી એપ પર ડિપેન્ડ રહે છે, પરંતુ હવે વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સ માટે એક મોટુ અપડેટ લાવી રહ્યુ છે, જે પછી તે કોઇપણ ફોટોને સ્ટીકરમાં ફેરવી શકશે, એટલે કે આ નવા ફિચરથી ચેટિંગ એક્સપીરિયન્સ વધુ મજેદાર બની જવાનુ છે. 

વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo અનુસાર, વૉટ્સએપ આઇઓએસ યૂઝર્સને જલદી એક નવુ ફિચર આપશે, જેના દ્વારા તે ગેલેરીની તસવીરોને વૉટ્સએપ સ્ટીકરમાં ફેરવી શકશે. સ્ટીકર મોકલવા પર આ પોતાના સેક્શનમાં સેવ પણ થઇ જાય છે, જેથી વારંવાર તમને આ કામ ના કરવુ પડે. વેબસાઇટ અનુસાર, કેટલાક IOS યૂઝર્સને આ ફિચર દેખાવવા લાગેશે, જ્યારે કેટલાકને આવનારા સમયમાં આ અપડેટ મળશે, કંપનીએ આ અપડેટ વૉટ્સએપના 23.3.77 વર્ઝનમાં આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, IOS 16માં યૂઝર્સ પહેલાથી ફોટોને સબ્જેક્ટથી અલગ કરી શકતા હતા, હવે તે ફોટોને સ્ટીકર તરીકે મોકલી શકશે. 

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget