સિમ બાઈન્ડિંગ એટલે કે હવે WhatsApp વાપરવા માટે તમારા ફોનમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ ફિઝિકલી હાજર હોવું ફરજિયાત છે. જો સિમ ફોનમાં નહીં હોય, તો Wi-Fi થી પણ WhatsApp કામ નહીં કરે.
1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ
ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા સાયબર ફ્રોડ રોકવા માટે 1 જાન્યુઆરીથી સિમ બાઈન્ડિંગનો કડક નિયમ લાગુ કરવામાં આવશે, જાણો તમારા રોજિંદા ઉપયોગ પર તેની શું અસર થશે.

- ૧ જાન્યુઆરીથી WhatsApp 'સિમ બાઈન્ડિંગ' નિયમ લાગુ પડશે.
- નોંધાયેલ સિમ વગર WhatsApp હવે ફોનમાં ચાલશે નહીં.
- આ કડક નિયમ સાયબર ફ્રોડ રોકવા સરકારે લાવ્યો.
- નિષ્ક્રિય સિમવાળા એકાઉન્ટ બંધ થશે; નંબર અપડેટ કરો.
WhatsApp SIM binding rule: જો તમે તમારો મોટાભાગનો સમય વ્હોટસએપ પર ચેટિંગ કે કોલિંગમાં વિતાવતા હો, તો નવા વર્ષ પહેલાં આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવનારી 1 જાન્યુઆરીથી ભારતમાં વ્હોટસએપનો ઉપયોગ કરવાની જૂની પદ્ધતિ કાયમ માટે બદલાઈ જવાની છે.
આજે વ્હોટસએપનો ઉપયોગ દુનિયાભરમાં નાના-મોટા તમામ પ્રકારના સંદેશાવ્યવહાર માટે થાય છે. માત્ર ભારતની જ વાત કરીએ તો દેશમાં વ્હોટસએપના 50 કરોડથી પણ વધુ સક્રિય વપરાશકર્તાઓ છે. ઓફિસના કામકાજથી લઈને પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે આ એપ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે.
સાયબર ફ્રોડને નાથવા સરકારનો નવો નિયમ
નવા વર્ષની શરૂઆત સાથે જ તમારા સ્માર્ટફોનમાં વ્હોટસએપ વાપરવાની રીત સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે. દેશમાં સાયબર છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા આગામી 1 જાન્યુઆરીથી દેશભરમાં 'સિમ બાઈન્ડિંગ' અંગેના કેટલાક ખૂબ જ કડક નિયમો લાગુ કરવામાં આવનાર છે.
અત્યાર સુધી આપણે સિમ કાર્ડ ફોનમાં ન હોય તો પણ Wi-Fi ની મદદથી વ્હોટસએપ અને અન્ય ચેટિંગ એપ્સનો સરળતાથી ઉપયોગ કરી શકતા હતા. હવે 1 જાન્યુઆરીથી આ સુવિધા કાયમ માટે બંધ થવા જઈ રહી છે, જેની સીધી અસર લાખો યુઝર્સ પર પડશે.
સિમ બાઈન્ડિંગ એટલે શું અને તે કેવી રીતે કામ કરશે?
તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ સિમ બાઈન્ડિંગ ખરેખર શું છે? ચાલો તેને સરળ ભાષામાં સમજીએ.
જ્યારે તમે તમારા ફોનમાં કોઈ બેંકિંગ એપ વાપરો છો, ત્યારે તે એપ માત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે રજિસ્ટર્ડ સિમ તમારા ફોનમાં ફિઝિકલી હાજર હોય. જો તમે એ ફોનમાંથી તમારું સિમ કાર્ડ કાઢી નાખો, તો સુરક્ષાના કારણોસર તમારી બેંકિંગ એપ તરત જ કામ કરવાનું બંધ કરી દે છે. બરાબર આ જ સુરક્ષા સિસ્ટમ હવે વ્હોટસએપ અને Telegram જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્સ પર પણ લાગુ કરવામાં આવી રહી છે.
પહેલાં લોકો એક ફોનમાં OTP મેળવીને વ્હોટસએપ ચાલુ કરી લેતા હતા અને પછી સિમ કાઢીને બીજા ફોનમાં નાખી દેતા હતા. આમ છતાં, Wi-Fi દ્વારા જૂના ફોનમાં વ્હોટસએપ ચાલતું રહેતું હતું, પરંતુ 1 જાન્યુઆરીથી આ પ્રેક્ટિસ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
નવા નિયમથી સ્કેમર્સ પર કેવી રીતે લગામ કસાશે?
છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ અરેસ્ટ, કસ્ટમર કેરના નામે આવતા નકલી કોલ્સ અને વ્હોટસએપ સ્કેમના કિસ્સાઓમાં ભારે ઉછાળો આવ્યો છે. ગઠિયાઓ મોટાભાગે બીજાના નકલી ID પર લીધેલા સિમ કાર્ડ દ્વારા વ્હોટસએપ એક્ટિવેટ કરીને પછી તે સિમ કાર્ડનો નાશ કરી દેતા હોય છે. ત્યારબાદ તેઓ વિદેશમાં બેઠા બેઠા પણ Wi-Fi નો ઉપયોગ કરીને ભારતીય નંબરો પરથી નિર્દોષ લોકોને નિશાન બનાવતા રહે છે.
આવા કિસ્સાઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ માટે તે નંબરોને ટ્રેક કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે સિમ કાર્ડ કોઈ નેટવર્ક પર એક્ટિવ હોતું નથી. હવે સિમ બાઈન્ડિંગના નિયમથી જેવું સિમ કાર્ડ નિષ્ક્રિય થશે કે ફોનમાંથી બહાર કાઢવામાં આવશે, કે તરત જ તેનું વ્હોટસએપ એકાઉન્ટ લોગ આઉટ થઈ જશે.
યુઝર્સે હવે કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું પડશે?
આ મોટા ફેરફાર બાદ યુઝર્સે પોતાના સ્માર્ટફોન અને સિમ કાર્ડના ઉપયોગ બાબતે વધુ સતર્ક રહેવું પડશે. ઘણા લોકો બે ફોન વાપરે છે, જેમાં નાના ફોનમાં સિમ રાખે છે અને સ્માર્ટફોનમાં માત્ર હોટસ્પોટ દ્વારા વ્હોટસએપ ચલાવે છે.
હવે 1 જાન્યુઆરી પછી આ જુગાડ કામ નહીં કરે. તમારે જે ફોનમાં વ્હોટસએપ ચલાવવું છે, તેમાં જ સિમ કાર્ડ નાખેલું હોવું ફરજિયાત બનશે.
આ ઉપરાંત, જે લોકો હજુ પણ પોતાના જૂના કે બંધ પડી ગયેલા મોબાઈલ નંબર પરથી વ્હોટસએપ ચલાવી રહ્યા છે, તેમનું એકાઉન્ટ પણ આપમેળે નિષ્ક્રિય થઈ જશે. જો તમારું વ્હોટસએપ એવા કોઈ નંબર પર ચાલી રહ્યું છે જેનું સિમ હવે એક્ટિવ નથી, તો તાત્કાલિક એપના સેટિંગ્સમાં જઈને 'ચેન્જ નંબર' ફીચરનો ઉપયોગ કરો. સમયસર તમારો હાલનો એક્ટિવ નંબર અપડેટ કરી લેવાથી તમારી જૂની મહત્વપૂર્ણ ચેટ્સ અને ડેટા ડિલીટ થવાથી બચી જશે.
Frequently Asked Questions
WhatsApp માટે સિમ બાઈન્ડિંગ શું છે?
આ નવો નિયમ ક્યારથી અમલમાં આવશે?
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા આ 'સિમ બાઈન્ડિંગ' નિયમ આગામી 1 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આનાથી WhatsApp વાપરવાની જૂની પદ્ધતિ બદલાઈ જશે.
સરકાર આ સિમ બાઈન્ડિંગ નિયમ શા માટે લાગુ કરી રહી છે?
દેશમાં સાયબર છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડના સતત વધી રહેલા કેસોને નાથવા માટે સરકારે આ નિયમ લાગુ કર્યો છે. આનાથી સ્કેમર્સને ટ્રેક કરવાનું સરળ બનશે.
જો યુઝરનું WhatsApp નિષ્ક્રિય નંબર પર ચાલતું હોય તો તેમણે શું કરવું?
જો તમારું WhatsApp નિષ્ક્રિય સિમ કાર્ડ પર ચાલતું હોય, તો તરત જ એપના સેટિંગ્સમાં 'ચેન્જ નંબર' ફીચર વાપરીને સક્રિય નંબર અપડેટ કરો. આનાથી તમારી જૂની ચેટ્સ અને ડેટા સુરક્ષિત રહેશે.






















