શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
WhatsApp અપડેટ કરી રહ્યું છે નવી ટર્મ એન્ડ પ્રાઈવસી પોલિસી, એક્સેપ્ટ નહીં કરવા પર બંધ થઈ જશે એકાઉન્ટ
રિપોર્ટ અનુસાર, WhatsApp પોતાની નવી ટર્મ ઓફ સર્વિસને 4 ફેબ્રુઆરીથી એક્ટિવ કરી શકે છે. જો યૂઝર્સ નવી પ્રાઈવસી પોલિસીના નિયમો સ્વીકાર નહીં કરે તો તેનું એકાઉન્ટ બંધ થઈ શકે છે.
નવી દિલ્હી: લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp સમય સાથે પોતાની ટર્મ ઓફ સર્વિસ કંન્ડિશનને અપડેટ કરવા જઈ રહ્યું છે. જેને એક્સેપ્ટ નહીં કરવા પર યૂઝર્સનું એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, WhatsApp પોતાની નવી ટર્મ ઓફ સર્વિસને 4 ફેબ્રુઆરીથી એક્ટિવ કરી શકે છે. જો યૂઝર્સ નવી પ્રાઈવસી પોલિસીના નિયમો સ્વીકાર નહીં કરે તો તેનું એકાઉન્ટ બંધ થઈ શકે છે.
WABetaInfo દ્વારા એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં WhatsApp ની નવી ટર્મ એન્ડ પ્રાઈવસી પોલિસી અપડેટને દર્શાવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે બતાવામાં આવ્યું છે કે, જો યૂઝર્સ તેને એક્સેપ્ટ નહીં કરે તો આ કંન્ડિશનમાં તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે.
WABetaInfoએ શરે કરેલા આ સ્ક્રીનશોટમાં WhatsAppના તે મુખ્ય અપડેટની જાણકારી આપવામાં આવી છે. તેમાં WhatsApp દ્વારા બિઝનેસ- ફેસબુક હોસ્ટેડ સર્વિસનો ઉપયોગ કરીને ચેટ્સને મેનજ અને સ્ટોર કરવામાં આવી શકે છે. તેની સાથે યૂઝર્સને ડિસ્ક્લેમર આપતા જણાવવામાં આવ્યું છે કે, આ નવી પોલિસી 8 ફ્રેબ્રુઆરીથી લાગુ થશે. પોલિસીને એક્સેપ્ટ કર્યા બાદ જ યૂઝર્સ WhatsApp યૂઝ કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion