શોધખોળ કરો

Elon Muskએ લોન્ચ કર્યું XChat, મળશે WhatsApp જેવા અનેક ફીચર્સ

એલન મસ્કે રવિવારે પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, નવું XChat રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે

એલન મસ્કના X પ્લેટફોર્મે XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમને એન્ડ-ટુ-એન્ડ ઇનક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલ્સ સેન્ડ કરવાનો વિકલ્પ મળશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે.

એલન મસ્કે રવિવારે પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, નવું XChat રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે ઇનક્રિપ્શન, Vanishing messages  અને ફાઇલ સેન્ડ કરવાનો વિકલ્પ આપે છે.

Bitcoin-style ઇનક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

મસ્કે દાવો કર્યો છે કે XChatમાં બિટકોઈન-સ્ટાઈલ ઇનક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવ્યું છે. મસ્કે બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે XChat ની મદદથી યુઝર્સ ઓડિયો અને વિડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી.

XChat હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે

ટેકક્રન્ચના રિપોર્ટ્સ અનુસાર, XChat હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે અને કેટલાક લોકો પર તેનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. જોકે, અત્યાર સુધી કંપનીએ તે માહિતી આપી નથી કે તે સામાન્ય લોકો માટે ક્યારે રિલીઝ થશે. X પ્લેટફોર્મે વર્ષ 2023માં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે દરમિયાન આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી.

WhatsApp સાથે સ્પર્ધા કરશે

XChat માં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ની અંદર ઉપલબ્ધ બધા ફીચર્સ છે. જોકે, WhatsApp ને મોબાઇલ નંબરથી લોગ ઇન કરવું પડશે. જ્યારે XChat માં મોબાઇલ નંબર કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.

End To End Encryption શું છે?

End-to-End Encryption એક સિક્યોરિટી સિસ્ટમ છે અને તેનો હેતુ સેન્ડર અને રિસીવર વચ્ચે ડેટા સુરક્ષિત રીતે પહોંચાડવાનો છે. તે દરમિયાન પણ, કોઈ વ્યક્તિ તેને ડીકોડ કરી શકતું નથી.

ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈને સંદેશ મોકલો છો, ત્યારે તે મેસેજ તમારા ડિવાઇસ પર  એન્ક્રિપ્ટ થઈ જાય છે. આ પછી તે ઇન્ટરનેટની મદદથી આગળ ટ્રાન્સફર થાય છે. આવી સ્થિતિમાં, મેસેજ રીસીવર સુધી પહોંચતાની સાથે જ ડિક્રિપ્ટ થઈ જાય છે. આ સુવિધા WhatsApp, Signal અને Telegram જેવી મેસેજિંગ એપ્લિકેશનોમાં ઉપલબ્ધ છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી, કહ્યું- તમામ નિર્ણયો કરો રદ્દ
CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી, કહ્યું- તમામ નિર્ણયો કરો રદ્દ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 19 ઉમેદવારોના નામ જાહેર
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત
Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
Embed widget