ટ્વિપ્લોમેસી એ ટ્વિટમાં કહ્યું કે, દુનિયામાં કેટલાક સૌથી વધુ ફોલો કરવામાં આવતા વર્લ્ડ લીડર્સ અને તેને ફોલો કરનારા બોટને ટ્વિટર ઓડિટે ઓળખ્યા છે.
2/5
ટ્વિટર ઓડિટ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે નકલી ટ્વિટ અકાઉન્ટ ઓળખવાનો દાવો કરે છે. જો કે ટ્વિટર ઓડિટની આ રિપોર્ટ પર ટ્વિટર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી
3/5
ટ્વિપ્લોમેસી આંકડામાં સૌથી ઉપર અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ છે. ટ્રંપના 4 કરોડ 79 લાખ ફોલોઅર છે. જ્યારે પીએમ મોદીના ટ્વિટર ફોલોઅર 4 કરોડ 10 લાખથી વધુ છે. જેમાં 60 ટકા ફેક ફોલોઅર્સ છે. રિપોર્ટ પ્રમાણે ટ્રંપના 37 ટકાથી વધુ ફોલોઅર્સ નકલી છે. આ આંકડા ટ્વિટઓડિટ નામની એજન્સી દ્વારા કલેક્ટ કરવામાં આવ્યાં છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ પેના નિએટોના પણ 47 ટકા ફોલોઅર્સ ફેક છે.
4/5
રિપોર્ટ પ્રમાણે પીએમ મોદી બાદ નકલી ફોલોઅર્સની સંખ્યા પોપ ફ્રાંસિસની વધારે છે. ટ્વિટર પર પોપ ફ્રાંસિસના 1 કરોડ 67 લાખ ફોલોઅર છે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફોલોઅરમાંથી લગભગ 59 ટકા ફેક છે.
5/5
નવી દિલ્લી: અત્યાર સુધી તમે સમાચારો વાંચ્યા હશે કે પીએમ મોદી દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંનાં એક નેતા છે. પરંતુ ડિજિટલ એજન્સી ટ્વિપ્લોમેસીએ ટ્વીટર ઓડિટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે વડાપ્રધાન મોદી દુનિયામાં સૌથી વધુ ફેક ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે. પીએમ મોદીના 60 ટકાથી વધુ ટ્વિટર ફોલોઅર નકલી છે.