નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને એક જ અઠવાડિયામાં બીજો એક મોટો ઝટકો આપ્યો છે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે પાકિસ્તાનને આપવામાં આવતી પુરેપુરી સૈન્ય મદદ રોકી દીધી છે, આ રકમ લગભગ 7 હજાર કરોડની છે.
2/3
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હેદર નોએર્તએ કહ્યું કે, ''આજે આમે એ વાતની સ્પષ્ટતા કરી રહ્યાં છીએ આ સમયે પાકિસ્તાનને આપવામાં આવતી બધા પ્રકારની સૈન્ય મદદ રોકી દેવામાં આવે છે. જ્યાં સુધી પાકિસ્તાન સરકાર આફગાન તાલિબાની, હક્કાની નેટવર્ક વિરૂદ્ધ ખાસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી સૈન્ય સહાયતા પર રોક રહેશે. કેમકે અમે એવું માનીએ છીએ કે તેઓ પ્રદેશમાં અસ્થિરતા ફેલાવી રહ્યાં છે અને અમેરિકન સૈનિકોને નિશાન બનાવી રહ્યાં છે.’’
3/3
અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઇને લઇને અમેરિકાને મુર્ખ બનાવી રહ્યું છે, અમેરિકાએ કહ્યું કે, આફગાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોને નિશાન બનાવી રહેલા તાલિબાની આતંકવાદીઓ સામેની કાર્યવાહી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. આ બધાના કારણે પાકિસ્તાનની સૈન્ય સહાયતા રોકવામાં આવી રહી છે.