આ કેસમાં સંડોવાયેલા વેમ્બલીના 36 વર્ષીય કેતન વર્મા, 37 વર્ષીય તરુણ પટેલ, 52 વર્ષીય ભાનુબેન પટેલ, 52 વર્ષીય નીરવ રાવલ અને 56 વર્ષીય નરેશ પટેલને નિર્દોષ જાહેર કરાયા છે. પિતા અને પુત્ર જામીન પર મુક્ત હોવાથી તેઓ નાસી ગયા છે.
3/4
49 વર્ષીય ભદ્રેશ શાહ અને તેમના 24 વર્ષીય પુત્ર અભિષક શાહને કોર્ટ દ્વારા તેમની ગેરહાજરીમાં અનુક્રમ 12 વર્ષ અને 9 વર્ષની જેલ ફટકારવામાં આવી છે. 2001થી એપ્રિલ 2014ના સમયગાળામાં મની લોન્ડરિંગના ગુનામાં મદદ કરવા બદલ ભદ્રેશની 45 વર્ષીય પત્ની ફાલ્ગુની શાહને 4 વર્ષ જ્યારે તેમના સહયોગી 57 વર્ષીય દિપક દોશી અને 35 વર્ષીય દિનેશ પરમારને કાવતરા હેઠળ પાંચ પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
4/4
લંડનઃ બ્રિટનમાં અંડરવર્લ્ડ માટે 80 મિલિયન પાઉન્ડ મની લોન્ડરિંગ કરવાના આરોપમાં ગુજરાતી ઉદ્યોગપતિને 12 વર્ષ અને તેમના પુત્રને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અપરાધી પિતા અને પુત્રએ વેમ્બલીના ચાંદી બજારમાં 10 બનાવટી કંપનીઓ ખોલી કાયદેસરના બિઝનેસ દસ્તાવેજો ઉભા કર્યા હતા, જેના દ્વારા 10 મિલિયન પાઉન્ડ(અંદાજે 83 કરોડ રૂપિયા)ની શંકાસ્પદ હેરાફેરી કરી હતી.