શોધખોળ કરો
વડોદરા: અડાણીયા પુલ પર દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળા ઉમટ્યા, FSLની ટીમ ઘટના સ્થળે
1/3

પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફૂટેલા દેશી બોમ્બની તપાસ કરી પરીક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
2/3

વડોદરા: છેલ્લા 2 દિવસ પહેલા લગ્નના વરઘોડામાં ડી.જે બંધ કરાવવા મામલે કોમી તોફાનો ફાટી નીકળ્યા પછી આજે ફરી એક વખત દેશી બોમ્બ ઝીંકાયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલો પ્રમાણે, વડોદરાના અડાણીયા પુલ ચાર રસ્તા પર એક દેશી બોમ્બ ઝીંકાયો હતો. દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
Published at : 10 Dec 2016 10:41 AM (IST)
View More






















