BHIM એપથી કેવી રીતે કમાઇ શકો છો રૂપિયા? વડાપ્રધાન મોદીએ આપી સંપૂર્ણ માહિતી
નાગપુરઃ વડાપ્રધાન મોદીએ આધાર પે સુવિધાની શરૂઆત કરવાની સાથે આ એપથી પૈસા કમાવવાનો આઇડિયા પર આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કેવી રીતે દેશનો કોઇ પણ વ્યક્તિ પૈસા કમાવી શકે છે અને સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇ ચાલુ રાખી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે કોઇ પણ વ્યક્તિ આ એપને આગળ વધારવામાં સરકારને સાથ આપશે તે એક રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઇમાં સરકારનો સાથ આપી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ પૈસા કમાવવાનો આઇડિયા આપતા જણાવ્યું કે, જે કોઇ વ્યક્તિ આ એપ સાથે અન્ય કોઇ વ્યક્તિને જોડશે તેના ખાતામાં 10 રૂપિયા જમા થશે. જ્યારે કોઇ વ્યાપારી આ એપની માહિતી અન્ય વ્યક્તિને આપશે તો 25 રૂપિયા મળશે. જોકે, આ માટે શરત રાખવામાં આવી છે કે આ એપને મોબાઇલમાં ડાઉનલોડ કર્યા બાદ ત્રણ ટ્રાજેક્શન કરાવવા જરૂરી છે.






















