Hu to Bolish | હું તો બોલીશ | કેમ થઈ વીજળી ગુલ?
મહેસાણા જિલ્લો..જ્યાં હજુ પુરતો વરસાદ પડ્યો નથી ત્યાં વીજ કંપનીઓના ધાંધિયા થઈ ગયા શરૂ. બહુચરાજી તાલુકાના ગણેશપુરા, દેથલી, સુરપુરા, સાપાવાડા, સુરજ, ચંદ્રોડા, મંડાલી, અંબાલા સહિત 20થી વધુ ગામો છે જ્યાં છેલ્લા 3 દિવસથી વીજળી સમયસર મળતી નથી. ક્યાંક માત્ર એક કલાક વીજળી મળે છે તો ક્યાંક આખી આખી રાત વીજળી ગુલ થઈ જાય છે. એટલું જ નહીં વીજળી માટે ગામના લોકો વીજ વિભાગના અધિકારીઓને ફોન કરે તો અધિકારીઓ ફોન પણ ન ઉઠાવતા હોવાની ફરિયાદ છે. આ અંગે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે વીજ વિભાગના અધિકારીને પત્ર લખી વીજળી સમયસર આપવા રજૂઆત કરી છે.
વડોદરાના ડભોઈ તાલુકાનું સીતપુર ગામ. અહીં 66કેવી સબ સ્ટેશન હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાના ચાલી રહ્યા છે ધાંધિયા.જેના કારણે ગ્રામજનોએ ડભોઈ વિજ કંપનીની ઓફિસે સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલ મચાવ્યો. ગ્રામજનોનું કહેવું છે કે, ગામડાઓમાં 24 કલાક વીજળી મળી રહે તે માટે સરકારે જ્યોતિગ્રામ યોજના લાવી છે. પણ ક્યારેય 24 કલાક લાઈટ મળી નથી. લો વોલ્ટેજ અને હાઈવોલ્ટેજના કારણે ઈલેક્ટ્રિક સાધનો બળી જાય છે....ગ્રામજનોની માંગ છે કે, જરૂર હોય તે પ્રમાણમાં લોડ વધારી આપો નહીં તો નવું ડીપી મૂકી આપો.