Hun To Bolish : હું તો બોલીશ : દશેરાએ ટેસ્ટ, દિવાળીએ રિઝલ્ટ !
દશેરાના એક દિવસ અગાઉ આરોગ્ય વિભાગને યાદ આવી કાર્યવાહી. આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબીની દુકાનો અને ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. અમદાવાદમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ 10 ટીમે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ફાફડા-જબેલીના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી. તેલ અને ચટણીની ગુણવત્તા, કોઈ અખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તેને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. નહેરુનગર, ઘાટલોડીયા, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરીને સેમ્પલ લીધા. મણીનગર વિસ્તારમાં આવેલ લિજ્જત ખમણ અને ગાંઠીયા રથમાં પણ આરોગ્ય વિભાગે તપાસ કરીને અલગ અલગ સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલ્યા. તપાસમાં સેમ્પલ ફેઈલ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો કે, સવાલ એ છે કે, સેમ્પલ અત્યારે મોકલાયા હોય તો તેનો રિપોર્ટ આવતા અઠવાડિયું કે 15 દિવસ થતા હોય છે. ત્યાં સુધીમાં તો લોકો ફાફડા-જલેબી આરોગી ચૂક્યા હશે.





















