(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : હું તો બોલીશ : 'હમ સાથ સાથ હૈ'
બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું મહાસ્નેહમિલન યોજાયું....આ સ્નેહમિલન કાર્યક્રમમા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. જેમાં ભાજપ-કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ એક મંચ પર જોવા મળ્યા.. સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ, અમૃતજી ઠાકોર સહિત તાલુકા અને જિલ્લાના રાજકીય નેતાઓએ સમાજના ચાલતા કુરિવાજોને દૂર કરવા સમાજમાં અપીલ કરી. ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજમાં ચાલતી બદીઓને દુશ્મન સમાન ગણાવીને શિક્ષણ અને રાજકીય રીતે યુવાનોને મજબુત બનવા અપીલ કરી.. તો સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું સમાજ માટે કોઈ પક્ષ કરતા સમાજની એક્તા માટે વધુ કામ કરીશ.. સમાજ કુરિવાજો, વ્યસન ઉપર અંકુશ લાવે તો ડોક્ટર, પોલીસ અને વકીલના ધંધા પર અસર થશે.. એટલુ જ નહીં ગેનીબેન ઠાકોરે તો બહેન દીકરીઓની સુરક્ષા માટે મૈત્રી કરારના કાયદાને ખતરનાક ગણાવ્યો....ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે યુવાનોને મુક્ત બની એકત્રિત થવાની અપીલ કરી.. સમાજમાંથી કુરિવાજોને દૂર કરી સમાજ માટે એક્તા દેખાડો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાની અને મૈત્રી કરાર જેવા કાયદાઓ સમાજમાં જોવા મળે તો સખત વિરોધ કરવાની અપીલ કરી..





















