Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતોનો કોણ પાડે છે ખેલ?
Hun To Bolish | હું તો બોલીશ | હવે ખેડૂતો પાસેથી લેવાઈ રહી છે લાંચ....ઘટના મહેસાણા જિલ્લાના ઉંઝાના કરલી ગામની છે....જ્યાં તાર ફેન્સિંગ યોજનાની સહાય આપવા એજન્સીના સર્વેયરે ખેડૂત પાસે રૂ.20 હજારની લાંચ માંગી.....જેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે....અમેરિકાથી નોકરી છોડી વતનમાં ખેતી કરવા માટે આવેલા કરલી ગામના ખેડૂત ઉર્વીશ પટેલે પોતાના ખેતરમાં પશુઓથી પાક બચાવવા માટે તાર ફેન્સિંગની સહાય લીધી હતી....જો કે, તાર ફેન્સિંગ થયા બાદ સર્વે કરવા આવેલા એજન્સીના સર્વેયરે પૈસાની માગણી કર્યાનો આરોપ છે...ઉર્વિશ પટેલે તાત્કાલિક મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓને જાણ કરતા તપાસના આદેશ અપાયા છે....જો એજન્સી દોષિત સાબિત થશે તો બ્લેકલિસ્ટ પણ થઇ શકે છે....સરકારે ખેડૂતોના પાક રક્ષણ માટે આ વર્ષે પ્રતિ બે હેક્ટરની મર્યાદામાં તાર ફેન્સીંગ યોજના અમલમાં મૂકી છે....આ યોજનામાં પ્રતિ મીટરે 200 રૂ. લેખે ખેડૂતોને સહાય આપવામાં આવે છે....યોજનાની મંજૂરી મેળવનાર ખેડૂતોએ તાર ફેન્સીંગ કરાવી દીધી છે....જેના સર્વેની જવાબદારી ખાનગી એજન્સીઓને અપાઇ છે...એજન્સીના સર્વેયર ખેડૂતના ખેતરમાં જઇ યોજનાના નિયમ મૂજબ તાર ફેસીંગ થઇ છે કે કેમ તેની માપણી કરી દરખાસ્ત ખેતીવાડી વિભાગને મોકલવામાં આવી રહી છે....જેમાં એજન્ટો ખેડૂતો પાસેથી કમિશન લેતા હોવાની ફરિયાદો ઉઠી છે...