Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!
ગઈકાલે વિધાનસભા ગૃહમાં સરકારે વર્ષ 2017-18ના હિસાબો પર લોકલ ઓડિટ ફંડના નિરીક્ષકે તૈયાર કરેલ રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટની પ્રસ્તાવનામાં જ જિલ્લા પંચાયતો તરફથી રૂપિયા 3,404 કરોડનો અતિ ખર્ચ અર્થાત મર્યાદા કે અંદાજથી વધુ રકમ વાપરી દેવાયાનો ઘટસ્ફોટ થયો છે. 536 પાનાના ઓડિટ રિપોર્ટમાં દરેક પાના પર પંચાયતી રાજની સંસ્થાઓએ કરેલા સેંકડો કામ, વહીવટી પ્રક્રિયામાં ગેરરિતીઓ દર્શાવાઈ છે. છ વર્ષે જાહેર આ ઓડિટ રિપોર્ટમાં જેમની આગેવાનીમાં કૌભાંડ, ઉચાપત અને નાણાંકીય અનિયમિતતા થઈ છે તે ચૂંટાયેલા જનપ્રતિનીધીઓની ટર્મ પણ પૂર્ણ થઈ ચૂકી છે. સેંકડો અધિકારી- કર્મચારીઓ નિવૃત પણ થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં હવે બેફામ ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે શું કાર્યવાહી થશે તેને લઈને સૌથી મોટો સવાલ છે. 12 મોટા વિભાગોની સેંકડો યોજનાના કામોમાં 148 જેટલા ઉચાપતના કિસ્સા નોંધાયા છે... જેની રકમ 9 કરોડ 10 હજાર રૂપિયા થવા જાય છે. જેમાં રસ્તા, આંગણવાડી, પાણી જેવા મોટા કામો ઉપરાંત બિયારણ વિતરણ જેવા નાના કામનો પણ સમાવેશ થાય છે....





















