હું તો બોલીશઃ પોતિકું પંચાયત ઘર
રાજ્યમાં પ્રથમવાર એક સાથે 2 હજાર 55 નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું હતું. 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 40 લાખ રૂપિયા, 5થી 10 હજાર સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 34.83 લાખ રૂપિયા, 5 હજારથી ઓછી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 25 લાખ રૂપિયાનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે.
રાજ્યની જર્જરિત પંચાયત ઘર ધરાવતી અને પંચાયત ઘર ધરાવતી ન હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસ નિર્માણ માટે રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે બજેટમાંથી નાણાં ફાળવવામાં આવે છે અને જરૂરીયાત મુજબ પંચાયત ઘરોનું નિર્માણ પણ થાય છે. તેના પરિણામે મોટા ભાગની ગ્રામ પંચાયતો આ વર્ષમાં જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે.





















