Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્રગીતના બહાને રાજકારણ કેમ?
પારડી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં થયો હોબાળો. વિરોધ પક્ષના બીપીન પટેલે રાષ્ટ્રગીત દરમિયાન ટેબલ પર ચડી નાસ્તાની ડિસો ફેંકી..પોતાની વાત ન સાંભળવામાં આવતી હોવાના આરોપ સાથે વિપક્ષના સભ્યોએ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત દરમિયાન પણ હંગામો મચાવ્યો. સામાન્ય સભામાં વિકાસના અલગ અલગ કામો અંગે ચર્ચા થવાની હતી. જો કે તે પહેલા જ વિપક્ષના સભ્યોએ સત્તાધીશો પર સવાલ ઉઠાવીને હંગામો મચાવ્યો. વિપક્ષના સભ્યોના હંગામાથી સભા પૂર્ણ કરીને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં બિપિન પટેલે પોતાનો હંગામો ચાલુ જ રાખ્યો.
આ મુદ્દે બિપિન પટેલનું કહેવું હતું કે, અમારા સવાલના જવાબ આપવામાં નહોતા આવતા અને રાષ્ટ્રગીત ચાલુ કરી દેવામાં આવ્યું. તો બીજી તરફ સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાષ્ટ્રગીતનું અપમાન કૉંગ્રેસની દેશવિરોધી માનસિકતા દર્શાવે છે.





















