શોધખોળ કરો
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ભારે વરસાદ, 2 વરસાદી સિસ્ટમ બનતા આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ભારે વરસાદ, 2 વરસાદી સિસ્ટમ બનતા આગાહી
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની શકયતા છે. આગામી 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલમાં 2 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે. કચ્છ અને આસપાસના વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સક્રિય થઈ છે. જે આગામી 12 કલાકમાં ડિપ્રેશન થઈ શકે છે. આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી વરસાદની શક્યતા છે.
અમદાવાદ
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ





















