Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ સુધી રાજ્યભરમાં વરસશે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ. આગાહી કરી છે હવામાન વિભાગે. સાથે જ 30 થી 40 કિમિ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વય્ક્ત કરાઈ. છુટાછવાયા વરસાદની વચ્ચે આજે 18 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા સાર્વત્રિક વરસાદ વરસશે. આજે અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદની આગાહી કરાઈ. આજે અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આજે વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ માટે યલો એલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું. તો 11 ઓગસ્ટના ઉત્તર ગુજરાતના અરવલ્લીની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું. આ સાથે જ 14 અને 15 ઓગસ્ટ બાદ વરસાદની ગતિ ધીમી પડશે. જો કે આગામી 3 દિવસ સુધી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 19.64 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.. જે સામાન્ય કરતા નવ ટકા વધુ વરસાદ છે.. તો બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર 13 ટકા ઓછો વરસાદ વરસ્યો છે..



















