Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી
ખાતર ભરેલી ટ્રક જેવી પહોંચી ખેડૂતોએ કરી પડાપડી. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના. અહીંથી ફક્ત 40 કિલોમીટર દૂર પ્રજાજનોની સુખાકારી માટે ખુદ મુખ્યમંત્રી સહિત સરકાર કરી રહી છે ચિંતન. પરંતુ વાસ્તવિકતા છે આ દ્રશ્યો. ખાતરનો પુરતો જથ્થો હોવાના સરકારના દાવાની દરરોજ પોલ ખુલી રહી છે. કોડીનારમાં ખરીદ-વેચાણ સંઘના ખાતર ડેપો પર આજે DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા. ખેડૂતોએ પડાપડી કરી. ખેડૂતો ખરીદ-વેચાણ સંઘની ઓફિસમાં ઘૂસી ગયા. પરિણામે અવ્યવસ્થા સર્જાઈ. અહીં પહેલેથી જ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. એક તબક્કે તો ખરીદ-વેચાણ સંઘના પ્રમુખે ખેડૂતોને ખાતર માટે પડાપડી ન કરવા સમજાવવા પડ્યા. આ તરફ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો..આવી જ સ્થિતિ જોવા મળી જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં. અહીં ખાતરના વેચાણ કેન્દ્ર પર સવારથી જ ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. DAP ખાતરની માત્ર 2 બોરી અપાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.