Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે યથાવત્. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગની આગાહી મુજબ છ સિસ્ટમ , ડિપ્રેશન, મોંનસુન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટન ડિસ્ટર્બન્સ, સાકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા ગુજરાતમાં વરસશે વરસાદ.. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા સાબરકાંઠા વાવ થરાદ અરવલ્લી દાહોદ મહીસાગર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી માં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદામાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.. તો માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના. રાજ્યમાં અત્યારસુધી સામાન્ય કરતા 1 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.




















