Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
બનાસકાંઠામાં સોશિયલ મીડિયા ક્રિએટર ગુજ્જુ લવ ગુરુના નિધન બાદ તેમના પરિવારને મદદરૂપ થવા જાણીતા સેવાભાવી નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈ આગળ આવ્યા.. ગુજ્જુ લવ ગુરુના પરિવારને આર્થિક સહયોગ આપ્યા બાદ ખજૂરભાઈએ સ્વખર્ચે નવું ઘર બનાવી આપવાની જાહેરાત કરી.. જેને લઈ આજે બીજા નોરતાથી ઘર બનાવવાની શરૂઆતના ભાગરૂપે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.. ત્રણ રૂમ અને રસોડા સાથે આ નવું ઘર બનાવવામાં આવશે, જેથી પરિવારને સુરક્ષિત આશરો મળી શકે. આ સાથે ખજૂરભાઈએ ગુજ્જુના પરિવાર માટે સૌ કોઈ આગળ આવીને મદદ કરે તેવી આશા પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં, હેલ્મેટ ડ્રાઇવ યોજીને 2 હજાર હેલ્મેટનું વિતરણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી.

















