Monsoon 2026 : અલ નીનોના કારણે ચોમાસા માટે જોવી પડશે રાહ: ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી
અલનીનોની અસરને પગલે રાજ્યમાં ચોમાસાને આગમનને લઈને થોડો વિલંબ થઈ શકે છે.. હવામાન વિભાગ મુજબ સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય છે.. જો કે આ વર્ષે મોનસૂનનો ફ્લો નબળો હોવાથી રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ જોવી પડશે.. બીજી તરફ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.. તો 15 અને 16 જૂને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો 17 જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ.. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે

















