શોધખોળ કરો

PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે.  પુરૂષ ઉમેદવારો માટે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે.  મહિલા અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. PSIની 858 જગ્યા, LRDની 12,733 જગ્યા માટે  ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ

(1)પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733  જગ્યાઓ મળી કુલ-13591 જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. 

(2) આ જાહેરાત અન્વયે 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 (પંદર) શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test (PET)) અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST)) માટે તારીખ 21.01.2026થી બોલાવવામાં આવેલ છે.

(3) 11 (અગીયાર) ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા.21.01.2026 થી તા.13.03.2026 સુધી તથા 4 (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21.01.2026 થી તા.06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે.

(4)દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં  90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે.

(5)  શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે.

(6)દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.

(7) શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.  

(8) શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવનાર છે.

(9)તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે. 

(10) પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600  મીટરની દોડ 9 મીનીટ 30  સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400  મીટરની દોડ 12 મીનીટ 30  સેકન્ડમાં પુરી કરવાની રહેશે.

(11) અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.

(12) અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ 150  સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ 155 સે.મી. હોવી જોઇએ.

(13) તમામ પુરૂષ ઉમેદવારોની છાતીનું માપ ઓછામાં ઓછુ 79 સે.મી. થી 84  સે.મી. હોવુ જોઇએ. એટલે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સે.મી. હોવો જોઇએ.

(14) પો.સ.ઇ. કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેને સમકક્ષ તથા લોકરક્ષક કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 અથવા તેને સમકક્ષ રાખવામાં આવેલ છે.

ગુજરાત વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Embed widget