Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો અથવા મધ્યમ વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત: વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સાથે જ દમણ તથા દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) બંનેએ રાજ્યના હવામાન અંગે નવી આગાહીઓ જાહેર કરી છે. આગામી દિવસોમાં વરસાદની પેટર્ન કેવી રહેશે તે વિશે બંનેની આગાહીઓ અહીં વિસ્તારથી જણાવી છે.


















