Gujarat Rain Latest Forecast: ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય! 7 દિવસ વરસાદની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગ મુજબ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલી છે.. જ્યારે બંગાળની ખાડીમાં પણ એક વોલમાર્ક લો પ્રેશર એરિયા બનેલું છે.. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં અને ત્યારબાદના 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.. જેથી આગામી સાત દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.. દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી બે-ત્રણ દિવસમાં કચ્છ-સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાય થવાની શક્યતા છે.. તો ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 24.94 ઈંચ વરસાદ વરસ્યો છે.. જેથી હાલ રાજ્યમાં સાત ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.




















