જીતાડો ગુજરાતની ઝાંખીને! આ લિંક પર ક્લિક કરીને કરી શકાશે વોટિંગ; જુઓ આખી ડિટેલ વીડિયોમાં
ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વિજેતા બનાવો...26મી જાન્યુઆરી, 2023ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના '''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થશે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત થશે.
મિત્રો, ગુજરાત દ્વારા પ્રદર્શિત થનારા ટેબ્લો (ઝાંખી)ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરીને આ ટેબ્લોને વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં સહયોગ આપો. ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ અને આભાર. આ રહી વોટિંગ માટેની લિંક : https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/


















