Dahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલ
Dahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલ
દાહોદના પીપલોદ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા. બે ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. ઉજ્જૈનથી વડોદરા જતી બસે અન્ય બસને ટક્કર મારી. ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દાહોદના પિપલોદ નજીક ઉજ્જૈનથી વડોદરા જતી ખાનગી બસે અન્ય એક ખાનગી બસને ટક્કર મારતા પાંચ લોકો ઈજાગ્રસ થયા. ઈજાગ્રસ્ત તમામને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે દેવ દિવાળીના દિવસે 4 અકસ્માત થયા હતા. જેમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. આ સિવાય બે હત્યાની ઘટના પણ બની હતી, જેને કારણે દેવ દિવાળીએ ગુજરાતમાં અનેક જગ્યાએ માતમ છવાયો હતો. જુઓ એબીપી અસ્મિતા.





















