મુંબઇઃ ટ્રેનની રાહ જોઇ રહી હતી મહિલા, RPF જવાને કરી છેડતી, વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમામ લોકો ગુસ્સામાં છે. મહિલાઓ પ્રત્યે સન્માન માટે એક તરફ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક લોકો જાહેરમાં મહિલા સાથે છેડતી કરી રહ્યા છે. આ વીડિયો મુંબઇના કલ્યાણ સ્ટેશનનો છે જ્યાં પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઇ રહેલી મહિલા સાથે રેલવે પોલીસના જવાને છેડતી કરી હતી.
મધ્ય રેલવેમાં કાર્યરત આરોપી આરપીએફ કોન્સ્ટેબલનું નામ જહાંગીર હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે જહાંગીર પ્લેટફોર્મ પર બેઠેલી એક મહિલાની પીઠ પર હાથ ફેરવી રહ્યો છે. આ દરમિયાન જહાંગીરની સામે બેઠેલા કેટલાક મુસાફરોએ પોતાના મોબાઇલમાં આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. મધ્ય રેલવે મુંબઇ ડિવિઝને કાર્યવાહી કરતા આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.






















