શોધખોળ કરો
ભાજપના સાસંદનો બફાટઃ 'નોટરી માટે પાંચ લાખ લેવાય છે, પણ અમે પૈસો લીધા વિના કોળીઓને નોટરી બનાવ્યા'
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં નોકરી મેળવવા માટે લાંચ આપવા અને લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે. એબીપી અસ્મિતા પાસે આ અંગેના પુરાવા છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ છેડ ચોક પોતાના સમાજના છોકરાઓને નોટરી બનાવવા માટે નાણાં નથી લેવાતા તેવું જાહેર કરે છે અને આ માટે પોતાની જાતને જ યશ આપે છે. એબીપી અસ્મિતા પાસે રહેલા આ વીડિયોમાં સાંસદ શંકરભાઈ વેગડ કહેતા નજરે પડી રહ્યા છે કે ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળે પોતાના વિસ્તારના 10 લોકોને નોટરીની પદવી અપાવી છે. અમે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે સોમવારે કોળી સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સહિતના અગ્રણી નેતાઓની હાજરીમાં શંકરભાઈ વેગડે આ સંબોધન કર્યુ.
Tags :
BJP MPગુજરાત
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ

















