નવી દિલ્લી: થોડા દિવસ પહેલા સમાચાર હતા કે 16 વર્ષના વિદ્યાર્થીને ગૂગલે 12 લાખ રૂપિયાનું પેકેજ આપ્યું છે. જોકે ગૂગલે આ ખબરને ખોટી ગણાવી છે. સમાચાર એવા હતા કે ચંદીગઢના રહેવાસી 16 વર્ષના વિદ્યાર્થીને ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલે આયકોન ડિઝાઇનિંગ માટે સિલેક્ટ કર્યો છે અને તેના માટે કંપની તેને 12 લાખ રૂપિયા પ્રતિ માસનું પેકેજ આપી રહી છે.
2/2
મીડિયા અહેવાલ અનુસાર વાયરલ થઇ રહેલા આ સમાચાર ખોટા છે અને એનો કોઇ આધાર નથી. ગૂગલે આ સ્પષ્ટ કર્યું છે કે, તેમણે કોઈ સિલેક્શન કર્યું નથી. વાયરલ થયેલા સમાચાર પ્રમાણે 16 વર્ષના આ વિદ્યાર્થીનું નામ હર્ષિત શર્મા છે. હર્ષિતે સરકારી મૉડલ સિનિયર સેકન્ડરી સ્કૂલ (GMSSS)માંથી 12મું પાસ કર્યું છે અને ઓગષ્ટમાં તે અમેરિકા જવાનો છે જો કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે હર્ષિતના માતા-પિતા શિક્ષક છે. અને તેમનો ભાઇ ધોરણ 10માં અભ્યાસ કરે છે. હર્ષિત અભ્યાસ માટે તેમના કાકાને ત્યાં રહેતો હતો. ગૂગલ દ્વારા આ ખબરને ખોટી ગણાવતા હર્ષિતના પરિવારે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.