શોધખોળ કરો
12 જૂને તાનાશાહ કિમ જોંગને મળશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, સિંગાપુરમાં થશે મુલાકાત

1/3

ટ્રંપે ટ્વિટર પર લખ્યું કે, ‘કિમ જોંગ ઉન અને મારી વચ્ચે થનારી બહુપ્રતીક્ષિત બેઠક 12 જૂને સિંગાપુરમાં થવાની છે. અમે બન્ને વિશ્વ શાંતિ માટે ખૂબજ ખાસ પળ બનાવવાનો પ્રયાસ કરીશું.’આ પહેલા ઉત્તર કોરિયા દ્વારા મુક્ત કર્યા બાદ દક્ષિણ કોરિયાના મુળ ત્રણ અમેરિકી નાગરિક અમેરિકા પાછા ફર્યા છે.
2/3

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પ્રથમ વખત એકબીજાને મળશે. આગામી 12 જૂને ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉનની મુલાકાત સિંગાપુરમાં થશે. આ મુલાકાત દુનિયાની નજર રહેશે. માર્ચમાં ખબર આવી હતી ટ્રંપ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને મળવા માટે તૈયાર છે. ત્યાં હવે ડોનાલ્ડ ટ્રંપે આજે પોતેજ ટ્વિટ દ્વારા જાણકારી આપી કે તે કિંમ જોંગને સિંગાપુરમાં મળવાના છે.
3/3

હાલમાંજ કિમ જોંગ ઉનએ દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ સાથે ઐતિહાસિક મુલાકાત કરી તેને શાંતિના સંકેત આપ્યા હતા. જોકે થોડાક મહિના પહેલા ટ્રંપ અને કિમ જોંગ એક બીજાને પરમાણુ હથિયારોની ધમકી આપી રહ્યાં હતા હવે 12 જૂને થનારી આ મુલાકાત વૈશ્વિક શાંતિની દિશામાં એક મોટું પગલું હોય શકે છે.
Published at : 10 May 2018 10:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
