તેમણે કહ્યું કે, અમને કોઈના પર શંકા નથી. અમને નથી લાગતુ કે આ હેટ ક્રાઈમ હોય. રાકેશે કોચ્ચિના અમૃતા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સીસથી ડોક્ટરનો અભ્યાસ કર્યો હતો. રાકેશ જ્યારે હોસ્પિટલ પોતાના કામ પર ન પહોંચ્યા ત્યારે એક સહકર્મચારીએ તેના પિતાને ફોન કરીને કારણ જાણવા પ્રયત્ન કર્યો. નરેન્દ્રએ કહ્યું કે, આ અસામાન્ય હતું.
2/3
તેમણે કહ્યું કે, રાકેશને અનેક કોલ કર્યા, મેસેજ કર્યા પરંતુ જવાબ ન મળ્યો. બાદમાં તે દીકરાના ઘરે ગયા, જ્યાં મકાન ખાલી મળતા તેમણે પોલીસને જાણ કરી. થોડાક જ કલાકમાં પોલીસને રાકેશનું શબ મળ્યું. પોલીસ હાલમાં આ ઘટના વિશે કોઈપણ ટીપ્પણી કરવાથી બચી રહી છે.
3/3
વોશિંગ્ટનઃ અમેરિકાના મિશિગન રાજ્યમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં એક કારની અંદર ભારતીય મૂળના ડોક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હેનરી ફોર્ડ હોસ્પિટલના યૂરોલોજી વિભાગમાં કાર્યરત રાકેશ કુમારનું શબ ગુરુવારે મોડી સાંજે ડેટરોયટથી અંદાજે 90 કિલોમીટર દૂર એક કારમાં મળી આવ્યું હતું. પોલીસે તેનું મોત શા માટે કરવામાં આવ્યું છે તેની તપાસ કરી રહી છે. કુમારના પરિવારજનોએ કહ્યું છે કે, તેમને કોઈ વ્યક્તિ પર શંકા નથી. તેમણે તેને હેટ ક્રાઈમ હોવાની વાત પણ નકારી દીધી છે. ખૂબ જ પ્રભાવી સંગઠન અમેરિકન એસોસિએસન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિનના પૂર્વ અધ્યક્ષ અને ડોક્ટરના પિતા નરેન્દ્ર કુમારે કહ્યું કે, અમને હત્યાના કારણ વિશે કોઈ ખબર નથી, પોલીસ હાલ તપાસ કરી રહી છે.