શોધખોળ કરો
બ્રિટનના મિનિસ્ટરે બે યુવતીને મેસેજ કર્યાઃ હું તમને બંનેને નગ્ન જોવા માગું છું....
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 16 Jul 2018 10:37 AM (IST)
1/6

મંત્રી એન્ડ્ર્યુએ મહિલાઓ માટે એક કેમ્પેઇન ચલાવ્યું હતુ. જેનો ઉદ્દેશ્ય દેશની સંસદમાં વધુને વધુ મહિલાઓ ચૂંટાઇને આવે. સાથે તેમણે ઉદ્યોગ મંત્રી રહેતા પોતાના ગર્વનિંગ બોડીમાં ઓછી મહિલાઓ રાખવાને લઇને કંપનીઓની ટીકા કરી હતી.
2/6

મીડિયા સાથેની વાતચીતમાં યુવતીએ કહ્યું હતું કે 47 વર્ષીય મંત્રી દાવો કરતા હતા કે તે દેશ ચલાવવાના બદલે ‘શરારતી યુવતીઓને મારવા’ માંગે છે. શુક્રવારે રાજીનામું આપતા મંત્રીએ કહ્યું હતું કે, હું મારા વર્તનને કારણે દુખી છું. આ ઘટનાથી મારી પત્ની અને મારો પરિવાર ખૂબ તણાવવામાં છે. મંત્રીએ એ સ્વીકાર્યું હતું કે તેમણે દેશના વડાપ્રધાન અને સરકારને શરમમાં મુકી છે.
3/6

સાથે યુવતીએ દાવો કર્યો હતો કે મંત્રી તેમને લંડન લઇ જવા માંગતા હતા અને તેઓ જે ઇચ્છે તે કરી આપવાનું પણ કહેતા હતા. મંત્રી સાથે તેની મુલાકાત ઓનલાઇન થઇ હતી અને મંત્રી એન્ડ્ર્યુ સતત તેની સાથે સેક્સ કરવાની વાત કરતા હતા અને તેના સિવાય કોઇ વાત કરવા તૈયાર નથી. હું માનતી હતી કે તે સારો વ્યક્તિ છે પણ અંતમાં તે તેણે ખૂબ ગંદુ કામ કર્યું હતું.
4/6

મંત્રી ગ્રિફીથ સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે જોડાતા હતા અને ત્રણ સપ્તાહ સુધી તેને રોજ મેસેજ કરતા હતા. મંત્રીએ નગ્ન તસવીરો મોકલવાને લઇને બારમેઇડને અનેક લાલચો આપી હતી.
5/6

નવી દિલ્હીઃ બે યુવતીઓ પાસેથી નગ્ન તસવીરો માંગવાને લઇને બ્રિટિશ મંત્રીએ રાજીનામું આપવું પડ્યુ હતું. યુકે મીડિયાના કહેવા પ્રમાણે, વ્યાપાર મામલાના મંત્રી એન્ડ્ર્યુ ગ્રિફીથ એક બારમેઇડ અને તેની ફ્રેન્ડને મેસેજ કરીને તેમની નગ્ન તસવીરો માંગવાને લઇને વિવાદમાં આવ્યા હતા. એન્ડ્ર્યુ તે યુવતીને 2000થી વધુ ટેક્સ મેસેજ કરીને તેમને નગ્ન જોવા માટેની પણ વાત કરી હોવાનું કહેવામાં આવે છે. નોંધનીય છે કે એન્ડ્ર્યુ ગ્રિફીથ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ છે.
6/6

એક રિપોર્ટ પ્રમાણે, મંત્રીએ યુવતીઓને મેસેજ કરીને તેમની નગ્ન તસવીરો અને વીડિયોની પણ માંગણી કરી હતી. મંત્રી પર આરોપ છે કે એન્ડ્રુ ગ્રિફીથે મોકલેલા મેસેજમાં પોતાને ડેડી કહેવાનું પણ કહેતા હતા. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એન્ડ્ર્યુએ ઇમોઝેન ટ્રેહર્ને નામની એક બારમેઇડ અને તેની એક મિત્રને તેમની નગ્ન તસવીરો અને વીડિયો આપવાના બદલામાં 700 પાઉન્ડની ઓફર કરી હતી. એટલે સુધી કે મંત્રીએ તેમને એક ફ્લેટ ભાડા પર આપવાની પણ વાત કરી હતી. જેથી તે યુવતીઓ સાથે સમય પસાર કરી શકે.
Published at : 16 Jul 2018 10:37 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
દુનિયા
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
દુનિયા
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયા
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
દુનિયા
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
ટ્રેન્ડિંગ સમાચાર






















