નવી દિલ્લી: મંગળવારે અહેવાલો છે કે યુએઈની સરકારે અંડરવર્લ્ડ ડોનની 15,000 કરોડની મિલકત જપ્ત કરી છે. મીડિયામાં અહેવાલો છે કે યુએઈમાં આવેલી હોટેલ અને મોટી કંપનીઓના શેર સિઝ કરવામાં આવ્યા છે. દાઉદની કેટલીક દુબઈની પ્રોપર્ટીઓ પણ યુએઈના અધિકારીઓએ સિલ કરી છે. યુએઈ સરકારે હાલમાં જ વોન્ટેડ ક્રિમીનલ દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીની તપાસ હાથ ધરી હતી.
2/3
આ ડોઝિયરમાં લખ્યું છે કે આ કંપની અનીસ ઈબ્રાહિમ ચલાવે છે, જે દાઉદનો ભાઈ છે. દુબઈ ઉપરાંત દાઉદની મોરોક્કો, સ્પેન, સિંગાપુર, થાઈલેંડ, તુર્કી અને ભારત, પાકિસ્તાન અને યુકેમાં પ્રોપર્ટી છે.
3/3
પીએમ મોદી જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે યુએઈ અધિકારીઓને આ યાદી આપવામાં આવી હતી. ભારતીય સરકારે યુએઈને વિનંતી કરી હતી કે દાઉદ અને તેના સાગરીતોની ત્યાંની પ્રોપર્ટી અંગે તપાસ કરી સિઝ કરવી. ભારતે યુએઈને આપેલા આ લિસ્ટમાં ગોલ્ડ બોક્સનો પણ ઉલ્લેખ હતો, જે દાઉદના લોકો ચલાવે છે.