શોધખોળ કરો
કેનેડામાં બહુપત્નિત્વ હોવાને કારણે બે દોષી જાહેર, એકને 25 તો બીજાને હતી 5 પત્નીઓ
1/3

કેનેડામાં આ કાયદો 127 વર્ષ પહેલા લાગું કરવામાં આવ્યો હતો. આ બન્ને વ્યક્તિઓ સામે આરોપ નક્કી કરવા માટે છેલ્લા બે દાયકાથી ત્રણ વિશેષ વકીલો નિયુક્ત કરવામાં આવ્યા હતા. બહુપત્નિત્વને પ્રતિબંધિત કરવાનો કાયદો કેનેડાના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
2/3

નવી દિલ્લી: કેનેડાની એક અદાલતે સોમવારે તેના ઐતિહાસિક નિર્ણયમાં દેશમાં બહુપત્નિત્વની પ્રથા પર પ્રતિબંધને યોગ્યઠરાવતા બે વ્યક્તિઓને બહુપત્નિત્વ હોવાના કારણે દોષી જાહેર કર્યા છે. દોષી જાહેર કરેલા વ્યક્તિઓમાં એકને 25 પત્નીઓ અને 146 બાળકો છે. જયારે બીજાને પાંચ પત્નીઓ છે. વિંસ્ટન બ્લેકમોર અને જેમ્સ મેરિયન ઓલેરને દેશના બહુપત્નિત્વ કાયદા મુજબ દોષી જોહેર કર્યા છે. આ આરોપમાં તેમને પાંચ વર્ષની સજા પણ થઈ શકે છે.
Published at : 26 Jul 2017 09:58 AM (IST)
Tags :
CanadaView More























