(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, ટ્રેક્ટર સહિતના આ સાધનોની સબ્સિડી માટે આવતીકાલથી ખૂલશે i-khedut પોર્ટલ
ગુજરાતના ખેડૂતો માટે તા.21/02/22થી તા.21/03/22 સુધી વિવિધ યોજનાઓના ૪૯ ઘટકોની સહાય માટે i-khedut પોર્ટલ ખુલ્લું મૂકાશે
Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતોને સરકાર દ્વારા ખેતી ઉપયોગી સાધનો વસ્તુઓ ખરીદવા સહાય આપવામાં આવે છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે એ હેતુથી ખેડૂતની મૂળભૂત જરૂરિયાત સમાન ટ્રેકટર પર 40 PTO/HP સુધીના મોડેલ પર મહત્તમ રૂ.45,000 અને 40 PTO/HPથી 60 PTO/HPના મોડેલ પર મહત્તમ રૂ.60,000/- સુધીની મર્યાદામાં સહાય ઉપલબ્ધ છે.
ગુજરાતના ખેડૂતો માટે તા.21/02/22થી તા.21/03/22 સુધી વિવિધ યોજનાઓના 49 ઘટકોની સહાય માટે i-khedut પોર્ટલ ખુલ્લું મૂકાશે. ખેડૂતો પોતાની જરૂરિયાતના ઘટકમાં સહાય મેળવવા માટે અરજી કરી આ સહાય યોજનાઓનો લાભ મેળવી શકશે. આ માટે સાત-બાર, આઠ અ, ખેતીના સાધનોનું બિલ, બેંક પાસબુક જવા દસ્તાવેજોની જરૂર પડશે.
I khedut પોર્ટલ દ્વારા આ સાધનો માટે સબ્સિડી અરજી કરી શકાશે
- એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ
- કમ્બાઈન્ડ હાર્વેસ્ટર
- કલ્ટીવેટર
- ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
- ગ્રાઉન્ડ નટ ડીગર
- ચાફ કટર (એન્જિન-ઇલે.મોટર ઓપરેટેડ)
- ચાફ કટર (ટ્રેકટર-પાવર ટીલર ઓપરેટેડ)
- ટ્રેક્ટર
- તાડપત્રી
- પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- પ્લાઉ (તમામ પ્રકારના)
- પ્લાન્ટર (અન્ય પ્રકારના)
- પશુ સંચાલિત વાવણિયો
- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
- પાવર ટીલર
- પાવર થ્રેસર
- પોટેટો ડીગર
- પોટેટો પ્લાન્ટર
- પોસ્ટ હાર્વેસ્ટના સાધના
- પોસ્ટ હોલ ડીગર
- ફાર્મ મશીનરી બેંક – 10 લાખ સુધીના
- ફાર્મ મશીનરી બેંક – 25 લાખ સુધીના
- ફાર્મ મશીનરી બેંક – (પસંદ કરેલ જિલ્લો-ગામ)
- બ્રસ કટર
- બેસર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું મશીન)
- માનવ સંચાલિત સાઇથ (કાપણીનું સાધન)
- માલવાહક વાહન
- રીઝર, બેંડ ફોર્મર, ફરો ઓપનર
- રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ, પાવર વીડર)
- રોટાવેટર
- લેન્ડ લેવલર
- લેસર લેન્ડ લેવલર
- વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- વિનોવીંગ ફેન
- શ્રેડર, મોબાઈલ થ્રેડર
- સબ સોઇલર
- સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ
- હેરો (તમામ પ્રકારના)
- હાઇટેક, હાઇ પ્રોટેક્ટિવ
- ઈક્વિપમેન્ટ હબ 100 લાખ સુધીના
- ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
- પાક સંરક્ષણ સાધન
- સોલર લાઇટ ટ્રેપ
- સ્માર્ટ ફોન ખરીદી પર સહાય
- પંપ સેટ્સ
- પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની જાહેરાત
- વોટર કેરિંગ પાઇપલાઇન
તા.૨૧/૦૨/૨૨થી તા.૨૧/૦૩/૨૨ સુધી વિવિધ યોજનાઓના ૪૯ ઘટકોની સહાય માટે i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે.
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) February 19, 2022
વધુમાં વધુ ખેડૂતો પોતાની જરૂરિયાતના ઘટકમાં સહાય મેળવવા માટે અરજી કરી આ સહાય યોજનાઓનો લાભ મેળવે એ ઈચ્છનીય છે. pic.twitter.com/k93roHsaMe