શોધખોળ કરો

Grand Onion Challenge: નવેમ્બર-ડિસેમ્બરમાં કેમ મોંઘી થઈ જાય છે ડુંગળી, તમે પણ આપી શકો છો Idea

. ડુંગળીના પુરવઠામાં અછત અને ભાવમાં વધારો એ સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ છે. ઘણી વખત સરકારે ભાવ ઘટાડવા માટે ડુંગળીની આયાત કરવી પડે છે.

Grand Onion Challenge: દેશમાં ડુંગળીના ભાવ દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વધવા લાગે છે. સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે એક ચેલેન્જ જાહેર કરી છે.. ગ્રાહક બાબતોના મંત્રાલયે (Consumer Affairs Ministry) ટેકનિકલ યુનિવર્સિટીઓ સહિત 100થી વધુ યુનિવર્સિટીઓને પત્ર લખીને વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપ્યું છે. ડુંગળીના પુરવઠામાં અછત અને ભાવમાં વધારો એ સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ છે. ઘણી વખત સરકારે ભાવ ઘટાડવા માટે ડુંગળીની આયાત કરવી પડે છે.

શું છે મેગા ચેલેન્જ

સરકારે પહેલીવાર ડુંગળી સાથે જોડાયેલી એક મોટી ચેલેન્જની જાહેરાત કરી છે. આ ચેલેન્જમાં ડુંગળીની અછતની સમસ્યાને પહોંચી વળવા માટે પ્રાઇમરી પ્રોસેસિંગ, સ્ટોરેજ અને પ્રાઇસિંગની ટેકનિક વિકસાવવામાં આવશે. ઘણી વખત ડુંગળીનો લગભગ 30 થી 40% પાક સંગ્રહ કરવાથી નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં ડુંગળીનો પાક બરબાદ ન થાય તે માટે આ ચેલેન્જ લાવવામાં આવી છે.

માંગ કરતાં વધુ હોય છે ઉત્પાદન

ભારતમાં ડુંગળીનું વાર્ષિક ઉત્પાદન આશરે 156 લાખ ટનના સરેરાશ વપરાશ સામે 260 લાખ ટન આસપાસ રહ્યું છે. તેમ છતાં ડુંગળીની અછત છે. વજનમાં ભારે ઘટાડો, સડો અને ફંગસને કારણે ઘણું નુકસાન થાય છે, જેના કારણે ડુંગળીની અછત સર્જાય છે.

ત્રણ સીઝનમાં ડુંગળી ઉગાડવામાં આવે છે

દેશમાં ડુંગળી ત્રણ ઋતુમાં ઉગાડવામાં આવે છે. માર્ચ અને મે મહિના દરમિયાન કાપવામાં આવતો રવી પાક ભારતમાં ડુંગળીનો મુખ્ય આધાર છે, જે વાર્ષિક ઉત્પાદનમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. વધુ સપ્લાયને કારણે આ મહિનાઓ દરમિયાન કિંમત ઓછી હોય છે.

દર વર્ષે 11,000 કરોડ રૂપિયાનું નુકસાન

મંત્રાલયે યુનિવર્સિટીઓ સાથે શેર કરેલા દસ્તાવેજ મુજબ ડુંગળીની સ્ટોરેજ સિસ્ટમથી વાર્ષિક નુકસાન આશરે 11,000 કરોડ રૂપિયા જેટલું જોવા મળી રહ્યું છે. હવે તે સ્ટોરેજ સોલ્યુશન્સ શોધવાનું છે, જે ખેડૂતોની કમાણીમાં પણ સુધારો કરી શકે છે.

ત્રણ તબક્કામાં ચેલેન્જ

આ ચેલેન્જના 3 તબક્કા હશે. સરકાર દરેક સ્તરે ટીમોને ફંડ આપશે અને વિજેતાઓને ઇનામની રકમ પણ આપવામાં આવશે.

  • સૌ પ્રથમ આઇડિયા ટુ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સ્ટેજમાં 40 દરખાસ્તોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેમાંથી દરેકને 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. વર્કિંગ પ્રોટોટાઇપ 3-4 મહિનાની અંદર તૈયાર થઈ જશે.
  • બીજા તબક્કામાં સરકાર 20 પ્રસ્તાવોની પસંદગી કરશે. 6થી 12 મહિનાની અંદર તે પોતાનું સોલ્યુશન તૈયાર કરવા માટે 5-5 લાખ રૂપિયા આપશે.
  • આમાં, બીજા તબક્કાની તમામ દરખાસ્તોને યૂઝર એજન્સી દ્વારા નિર્ધારિત સ્થાન પર તૈયાર ઉત્પાદન અથવા પ્રક્રિયાને તૈનાત કરવાની તક મળશે. આ બધી ટીમોને ઉત્પાદનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget