શોધખોળ કરો

નાના ખેડૂતો માટે આશિર્વાદરુપ બની રહ્યું છે AI, માટીથી લઈને પાક સુધીની આપે છે દરેક માહિતી

સરકારના IndiaAI Mission મિશન હેઠળ ભારત મંડપમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એ વાત બહાર આવી કે AI હવે માત્ર મોટા ખેડૂતો માટે જ નહીં પરંતુ નાના અને સીમાંત ખેડૂતો માટે પણ ઉપયોગી બની રહ્યું છે.

AI Impact Summit 2026: નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ચાલી રહેલી 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026' માં નાના ખેડૂતોની મદદ માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય સમિટમાં અનેક AI ટૂલ્સ અને પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, જે જમીનથી લઈને પાક સુધીની સચોટ માહિતી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરી રહ્યા છે. ચાલો જાણીએ કે AI દ્વારા ખેડૂતોને કેવી રીતે મદદ મળી શકે છે?

ભારત મંડપમમાં આયોજિત આ ઈવેન્ટમાં સરકારના IndiaAI Mission હેઠળ જણાવવામાં આવ્યું હતું કે, AI હવે માત્ર મોટા ખેડૂતો માટે જ નહીં, પરંતુ નાના અને સીમાંત ખેડૂતો માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સમિટમાં 'AI for Smart and Resilient Agriculture' અને 'Casebook on AI and Agriculture' જેવા સત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે કેવી રીતે AI દ્વારા જમીનની તપાસ, પાકના રોગોની ઓળખ, સિંચાઈની બચત અને પાકની પેદાશ વધારવી શક્ય છે.

22 લાખ ખેડૂતોને મદદ કરી ચૂક્યું છે આ ટૂલ

સમિટમાં મહારાષ્ટ્રનું MahaVISTAAR-AI પ્લેટફોર્મ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. આ એક AI-આધારિત કન્વર્સેશનલ પ્લેટફોર્મ છે, જે મે 2025 થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ ખેડૂતોને વ્યક્તિગત પાક સલાહ (Personalized Crop Advisory) આપી ચૂક્યું છે. નાના ખેડૂતો ફોન પર હિન્દી અથવા સ્થાનિક ભાષામાં વાત કરે તો AI જમીનની સ્થિતિ, હવામાન, જીવાત-રોગ અને બજારના ભાવની માહિતી આપે છે. તે ઓફલાઈન પણ કામ કરે છે અને સાધારણ ફીચર ફોન પર ચાલે છે, એટલે કે તેના માટે ઇન્ટરનેટની જરૂર પડતી નથી. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે આ નાના ખેડૂતો માટે ગેમ-ચેન્જર છે, કારણ કે પહેલા લેબ ટેસ્ટમાં અઠવાડિયા લાગતા હતા, જે હવે સેકન્ડોમાં ઉપલબ્ધ છે.

જમીનની ઈન્ટેલિજન્સ જણાવે છે આ AI ટૂલ

Biome Makers નું BeCrop AI પ્લેટફોર્મ પણ શોકેસમાં હતું, જે જમીનની ઈન્ટેલિજન્સ જણાવે છે. તે AI દ્વારા જમીનના નમૂનાઓનું વિશ્લેષણ કરે છે અને પ્રિડિક્ટિવ ઈનસાઈટ્સ (આગાહીલક્ષી માહિતી) આપે છે. આનાથી ખબર પડે છે કે જમીનમાં કયા પોષક તત્વો ઓછા છે અને ભવિષ્યમાં રોગો આવવાની શક્યતા છે કે નહીં. નાના ખેડૂતો માટે આ ખૂબ ઉપયોગી છે કારણ કે તે સસ્તું અને સરળ છે. સમિટમાં જણાવાયું હતું કે આ પ્લેટફોર્મ જમીનની તંદુરસ્તીને ટ્રેક કરે છે, જેનાથી પાકની ગુણવત્તા વધે છે અને કેમિકલ્સનો ઉપયોગ ઘટે છે.

ઓફલાઈન પણ કામ કરે છે આ AI

CropScan Smart Farming IoT Technology એ એક હેન્ડહેલ્ડ AI ડિવાઇસ છે, જે પાકનું નિદાન અને પોષક તત્વોની તપાસ કરે છે. નાના ખેડૂતો ફોન અથવા નાના ડિવાઇસ દ્વારા પાકનો ફોટો પાડે છે અને AI તરત જ રોગ, પોષણની ઉણપ કે જીવાતની ઓળખ કરી લે છે. આ પણ ઓફલાઈન કામ કરે છે અને સ્થાનિક ભાષાઓમાં સલાહ આપે છે. આનાથી ખેડૂતોને તાત્કાલિક પગલાં લેવામાં મદદ મળે છે અને પાકનું નુકસાન ઓછું થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget