Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
‘મુકેશ ગુજરાતી’ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ન્યાયપાલિકા અને જજ વિરુદ્ધ બેફામ અને વાંધાજનક લખાણવાળી પોસ્ટ કરવામાં આવી હોવાનો દાવો સામે આવ્યો છે. આ એકાઉન્ટમાં મુકેશ ગુજરાતી પોતે ભાજપ સાથે જોડાયેલા હોવાનો તેમજ ભાજપ ગુજરાતમાં કામ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ભાજપનો ખેસ પહેરેલા તેમના ફોટા પણ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યા છે. આરોપીની જાહેરમાં પીટાઈના મુદ્દે DCP રાજદીપસિંહ નકુમ અંગે હાઈકોર્ટ દ્વારા ટીપ્પણી કર્યાના અહેવાલો બાદ આ પોસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમાં ન્યાયપાલિકા વિરુદ્ધ આક્ષેપાત્મક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. ન્યાયપાલિકાના અપમાન સમાન આ લખાણને કારણે પોસ્ટની સીધી વિગતો પ્રસારિત કરવામાં આવી રહી નથી. સોશિયલ મીડિયા પર આ પોસ્ટને લઈને ચર્ચા શરૂ થઈ છે અને મામલો ધ્યાન ખેંચી રહ્યો છે.






















