શહેરના હેલમેટ સર્કલ પાસે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં તો તૈયારીઓ શરુ થઇ જ ગઇ છે, સાથેસાથે શહેરના તમામ માર્ગો હોર્ડિંગ્સ અને કટ આઉટથી સજ્જ થઇ ગયા છે. વર્લ્ડ રેકોર્ડ સર્જાવાની તમામ તૈયારીઓ સાથે હાલ જીએમડીસી ગ્રાઉન્ડ પર વિવિધ આયોજનો થઇ રહ્યાં છે. ત્યાં શહેરમાં કેટલેક સ્થળે આ કાર્યક્રમને લગતાં મોટાં હોર્ડિંગ્ઝ અને કટ આઉટ પણ મૂકવામાં આવ્યાં છે.
2/5
અમદાવાદમાં આજે વહેલી સવારે અંતરરાષ્ટ્રી યોગ દિવસના ઉપલક્ષમાં યોગ ઉત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં અતંરરાષ્ટ્રીય યોગ દિવસ 18 જૂન થી 21 જૂન વિશ્વ યોગ દિવસ મનાવવા જઇ રહ્યું છે.
3/5
ગુજરાત સરકાર અને પતંજલીયોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા યોગના આ કાર્યક્મમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે તેવી સંભાવના છે.
4/5
જેમાં બાબાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને યોગ કરાવ્યા હતા. અને કયા આસનથી કયા રોગને નાથી શકાય તે અંગે પણ માહિતી આપી હતી. આ યોગ ઉત્સવ આગામી ચાર દિવસ ચાલશે. બાબા રામદેવ ચાર દિવસ સુધી લોકોને યોગ કરાવશે.
5/5
આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેંદ્રસિંહ ચૂડાસમા, જિલ્લા કલેક્ટર સહિતની ઉપસ્થિતિમાં યોગ ઉત્સવનો પ્રારંભ થયો છે.