શોધખોળ કરો
લોકોને મોટી રાહતઃ જાણો હવે એક દિવસમાં કેટલી રકમ ઉપાડી શકાશે ? એટીએમ-એક્સચેન્જમાંથી મળશે કેટલી રકમ ?
1/5

દેશમાં જૂની નોટો બદલીને નવી નોટો મેળવવા માટે મચેલી અફડાતફડીના કારણે કેન્દ્ર સરકારે આ મોટી રાહત આપી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ચલણી નોટોની ઉપલબ્ધતા અને વિતરણની સ્થિતિનો રીવ્યુ કરીને આ મોટી જાહેરાત કરી છે. રીઝર્વ બેંકે લોકોને પણ ગભરાટમાં નહીં આવેની જરૂર પ્રમાણે જ નોટો કાઢવા અપીલ કરી છે.
2/5

કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવા માટેની મર્યાદામાં પણ વધારો કર્યો છે. ગઈ કાલ સુધી 4000 રૂપિયા સુધીની 500 અને 1000 રૂપિયાની નોટો બદલીને નવી નોટો લઈ શકાતી હતી. હવે આ મર્યાદા વધારીને 4500 રૂપિયા કરવામાં આવી છે અને એ રીતે તેમાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે.
Published at : 14 Nov 2016 09:57 AM (IST)
View More





















