શોધખોળ કરો
આજે કમલમ ખાતે BJPની કારોબારી બેઠક, ક્યાં મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા? જાણો વિગત
1/3

આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેના કારણે આજે ચૂંટણી પૂર્વે ભાજપની કારોબારીની ખાસ બેઠક મળવા જઈ રહી છે. ગુજરાતમાં ચાલી રહેલા હાલના મુદ્દાઓ અને પડતર મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવશે અને આગામી સમયમાં સરકાર લોકોને આકર્ષવા માટે શું કરવું તેની ચર્ચા થશે.
2/3

ગાંધીનગર: આજે ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષ. મખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સવારે 10.30 વાગે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળશે. આ બેઠકમાં અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા તેવી ભાજપમાં ચર્ચા હતી.
Published at : 22 Sep 2018 09:13 AM (IST)
View More





















