શોધખોળ કરો
ભાજપના ક્યા ધારાસભ્યએ કહ્યું કે, હું લાગણીથી હાર્દિક પટેલ સાથે જોડાયેલો છું? જાણો વિગત
1/4

અમદાવાદ: ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામતની માંગણી સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની 14માં દિવસે તબિયત લથડતાં શુક્રવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે પાસ કોર કમિટી દ્વારા ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામત મુદ્દે જે તે ધારાસભ્યોના સ્ટેન્ડ ક્લિયર કરવા હાથ ધરવામાં આવેલ એક્સરસાઈઝ અંતર્ગત ઇડરના ધારાસભ્યને પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવા ફોન કરતા ધારાસભ્ય સાથેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેમાં ધારસભ્ય હિતુ કનોડિયાએ એવું કહ્યું હતું કે, હું લાગણીથી હાર્દિક સાથે છું.
2/4

ઇડર પાસ કન્વીનર શૈલેશ પટેલે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને ફોન કરતા તેમણે જણાવ્યું કે, હું હાર્દિક સાથે લાગણીથી જોડાયેલો છું. સરકાર ખેડૂતલક્ષી અભિગમ ધરાવે છે લગભગ 30 કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. ઇડર પાસ કન્વીનર શૈલેશ પટેલે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને ફોન કરતા તેમણે જણાવ્યું કે, હું હાર્દિક સાથે લાગણીથી જોડાયેલો છું. સરકાર ખેડૂતલક્ષી અભિગમ ધરાવે છે લગભગ 30 કરોડની બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે.
Published at : 08 Sep 2018 04:15 PM (IST)
View More





















