શોધખોળ કરો
અ'વાદઃ કસાઇની કારમાંથી મળ્યા વાછરડાં, ગૌરક્ષકોએ ઢોર માર મારી પતાવી દીધો
1/5

શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વીએસ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.મૃતકના પરિવારજનોને લાશ લેવા અને આરોપીઓ સામે ખૂનની કલમ ઉમેરીને ધરપકડ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરિવારજનોએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતું કે,પોલીસ પક્ષપાતભર્યુ વલણ અપનાવી રહી છે.
2/5

ઘટના સ્થળે દોડી આવેલા ગૌરક્ષકોએ મોહમ્મદ અયુબને ઢોર માર-મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ગૌરક્ષકોએ મહંમદ અયુબ વિરુદ્ધ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરવાનો આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. જયારે ઈજાગસ્ત મહંમદને વધુ સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતો. વીએસ હોસ્પિટલમાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ મહંમદ અયુબનું મૃત્યુ નિપજતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં એકઠા થયા હતા.
Published at : 17 Sep 2016 02:09 PM (IST)
View More





















