બીજી તરફ માલધારી સમાજે આ મુદ્દે કલેક્ટરને કરેલી અરજી મુદ્દે મુખ્યમંત્રીએ પણ તપાસનો આદેશ આપ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીતા જોહરીએ 26 જૂને અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો. જેમાં યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન રાજેન્દ્ર શુક્લાએ કરેલી ફરિયાદની તપાસ માટે સૂચના આપી હતી.
2/10
3/10
અમદાવાદ: અમદાવાદનાં ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર ઉષા રાડાએ પોતાના પતિ સાથેની અંગત પળોની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાયરલ કરી હોવાની અરજી સંદર્ભમાં તેમની સામે તપાસના આદેશ અપાયા છે. રાજ્યનાં પોલીસ ચીફ ગીતા જોહરીએ 26 જૂને અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી તપાસ કરવા કહ્યું છે.
4/10
5/10
સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિર્દેશક એસ. કે દવેની સહીથી મોકલવામાં આવેલા ગીતા જોહરીના આ પત્રમાં તપાસને ‘ટોપ પ્રાયોરિટી’ આપવાની નોંધ મૂકાઈ છે. ઉષા રાડાએ ગત મેમાં ફેસબુક ફ્રેન્ડ નરેશ દેસાઇ સાથે લગ્ન કર્યા હતા. નરેશ દેસાઇ લંડનના હીથ્રો એરપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
6/10
અમદાવાદ શહેર ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર ઉષા રાડા સામે ગુજરાત સિવિલ સર્વિસ (કંડક્ટ રૂલ 1971) હેઠળ ફરિયાદ નોંધવા માટે હાઇકોર્ટના વકીલ રાજેન્દ્ર શુકલાએ ડીજીપીને કરેલી ફરિયાદમાં ગીતા જોહરીએ તપાસનો આદેશ આપ્યો છે. ગીતા જોહરીએ પત્રમાં તપાસને ‘ટોપ પ્રાયોરિટી’ ગણાવતી નોંધ લખી છે.
7/10
8/10
9/10
બીજી તરફ આ સમચાર બાદ માલધારી સમાજે કલેક્ટર તથા મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે જે માંગણી કરી હતી તેમાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. વકીલની ફરિયાદ પછી રાડાના પતિએ તેમનું સોશિયલ મિડિયા એકાઉન્ટ હેક થયાની શાહીબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
10/10
બંને હનીમૂન પર ગયાં તેની અંગત પળોની તસવીર દેસાઈના ફેસબુક પેજ પર મૂકતાં રાજેન્દ્ર શુક્લાએ ગૃહ રાજ્ય પ્રધાન અને પોલીસ કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી હતી કે સોશિયલ સાઇટ પર ફોટા વાઇરલ કરવા બદલ ગુજરાત સિવિલ સર્વિસ (કંડક્ટ રૂલ 1971)રૂલ 3(1)() અને રૂલ .8 મુજબ ઉષા રાડા વિરુદ્ધ ગુનો બને છે.