ધાનામીએ સૌજન્ય બતાવીને આ વિનંતી સ્વીકારી હતી અને એમએલએ ક્વાર્ટરમાં રહેતા હતા. દરમિયાનમાં બોખીરિયાએ ત્રણ મહિના પછી બંગલો ખાલી કરી દેતાં હવે ધાનાણી નવા બંગલામાં રહેવા જઈ શકશે. બોખીરિયાએ મંત્રીનિવાસનો બંગલો ખાલી કરી દેતાં ધાનાણી માટે બંગલામાં સમારકામ હાથ ધરાયું છે.
2/5
નવી સરકારમાં મંત્રી ના બનાવાતાં માર્ગ અને મકાન વિભાગે બોખીરિયાને બંગલો ખાલી કરવા વિનંતી કરી હતી. બોખીરિયાએ બંગલો ખાલી નહોતો કર્યો અને જૂના બંગલામાં રહેતા હતા. તેમણે રાજ્ય સરકારને પોતાને નવો બંગલો ફાળવવા વિનંતી કરી હતી. તેમણે પરેશ ધાનાણીને પણ પોતે પછી બંગલો ખાલી કરશે તેમ કહ્યું હતું.
3/5
ગુજરાત સરકારે ધાનાણીને જે બંગલો ફાળવ્યો એ બંગલામાં અગાઉ બાબુભાઈ બોખીરિયા રહેતા હતા. બોખીરિયા અગાઉની વિજય રૂપાણી સરકારમાં મંત્રી હતા. એ વખતે તેમને મંત્રી નિવાસમાં બંગલો ફાળવાયો હતો. જો કે વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા પછી નવી રચાયેલી કેબિનેટમાં બોખીરિયાનો સમાવેશ નહોતો કરાયો.
4/5
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ચાર મહિના કરતાં વધારે સમય વિત્યા પછી હવે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને ગુજરાત સરકારે બંગલો ફાળવ્યો છે. અત્યાર સુધી પરેશ ધાનાણી એમએલએ ક્વાર્ટર્સમાં સામાન્ય ક્વાર્ટરમાં જ રહેતા હતા.
5/5
પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે ગાંધીનગરમાં મંત્રી નિવાસમાં કેબિનેટ કક્ષાના પ્રધાનોને મળે છે તેવો બંગલો મેળવવા માટે હકદાર હતા. ગુજરાત સરકારે પરેશ ધાનાણીને નિયમ પ્રમાણે બંગલો ફાળવી દીધો હતો પણ આશ્ચર્યજનક કારણસર ધાનાણી આ બંગલામાં રહેવા નહોતા જઈ શક્યા.