શોધખોળ કરો
ભાજપના ટોચના નેતાને ખંડણી આપવા મળી ધમકી, જાણો કોણ છે આ નેતા
1/6

જો રકમ ચુકવવામાં વિલંબ થાય તો પરિવારને ખતમ કરી દેવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. ભાજપી નેતાઓ સાથે ઘરોબો ધરાવતાં બીમલ શાહે તરત પોતાના જૂના સાથી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો જેના પગલે તરત ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. જોકે પોલીસ એવું પણ નજરઅંદાજ કરતી નથી કે દાઉદના નામે કોઈ સ્થાનિક ગેંગસ્ટર દ્વારા ધમકી અપાતી હોય. જોકે પોલીસ કોઈ તક લેવા માગતી નથી.
2/6

આ મામલો સંવેદનશીલ હોવાનું રટણ કરતી ક્રાઈમ બ્રાંચ ખુલીને કઈ બોલવા તૈયાર નથી પરંતુ બીમલ શાહને ઘરે અને તેમના મોબાઈલ ફોન ઉપર ખંડણીની માગણી કરનારે 15 લાખની માગણી કરી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Published at : 04 Jun 2018 12:27 PM (IST)
View More





















