કિશોરને માર મારવાનું આ શખ્સોએ મોબાઇલમાં રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ શખ્સોએ કિશોરીને મારી મારીને અધમુવો કરીને છોડી મુક્યો હતો. બીજી તરફ કિશોર આ ઘટનાથી ખૂબ જ ડરી ગયો હતો. જોકે, તેને કોણે માર્યો અને કેમ માર્યો તેની ખબર નહોતી. બીજી તરફ અપહરણકારોએ જ કિશોરનો આ વીડિયો વાયરલ કરી દીધો હતો.
2/7
હિંમતનગરઃ ધોરણ-11માં અભ્યાસ કરતાં કિશોરનું અપહરણ કરી માર મારવાના અને નગ્ન કરીને ગુપ્તાંગ પર ડામ દેવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની કામગીરીની ટીકા કરી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપી છે. કોંગ્રેસીના નેતાના પુત્રએ કિશોરને બહેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકાથી માર માર્યો હતો. જે તે સમયે આ વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર જાગી હતી.
3/7
આ અંગે કિશોરે હિંમતગનર પોલીસ સ્ટેશનમાં અપહરણકારો સામે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, કિશોરના પિતાએ પોલીસને વીડિયો આપ્યો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. પરંતુ દબાણ વધતાં પોલીસે આ પાંચ યુવકોને પકડ્યા હતા. પરંતુ બીજા દિવસે તેમને જામીન મળી ગયા હતા.
4/7
આ અંગેની વિગતો એવી છે કે, 15 ડિસેમ્બર 2017ના રોજ હિંમતનગરાં રહેતા અને 11માં ધોરણમાં અભ્યાસ કરતાં 17 વર્ષીય કિશોરનું સ્કૂલે જતી વખતે કારમાં પાંચ યુવકોએ અપહરણ કર્યું હતું અને પછી તેને વેરાન જગ્યા પર લઈ જઈ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, તેને નગ્ન કરી ગુપ્તાંગ પર સિગરેટના ડામ પણ દીધા હતા.
5/7
હાલ, કોર્ટે તપાસ સીઆઇડી ક્રાઇમને આપી છે. કોર્ટે નોંધ્યું કે, આરોપી પક્ષ રાજકીય વગ ધરાવતો હોવાના કારણે પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી, તેવું સ્પષ્ટ દેખાય છે. ઉપરાંત ગુનાની ગંભીરતા પ્રમાણે આરોપીઓ સામે કલમો પણ લગાવી નથી. કોર્ટના આદેશને પગલે સીઆઇડી ક્રાઇમે હિંમતગનર પોલીસ પાસેથી કેસ લઈ કિશોર અને તેના પિતાના નિવેદન નોંધ્યા છે.
6/7
આ મામલે કિશોરના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં તેમણે વીડિયો, ફોટોગ્રાફ અને મેડિકલક રિપોર્ટ પણ રજુ કર્યા હતા. આરોપીઓને દાવો છે કે, કોંગ્રેસના નેતા કમલેશ પટેલના નાના ભાઈની દીકરી અને કિશોર વચ્ચે નિકટતા વધી હોવાની ખબર પડતાં તેમણે કિશોરને પાઠ ભણાવવા માટે આ કામ કર્યું હતું.
7/7
આ પાંચ યુવકોમાં એક મીત પટેલ નામનો યુવક હતો, જેના પિતા હિંમતનગરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. બનાવ ગંભીર હોવા છતા પોલીસે હળવી કલમ લગાવી હતી. એટલું જ નહીં, કિશોરને ઢોર મારને કારણે ફ્રેક્ચર થયું હોવા છતાં ફરિયાદમાં તેનો ઉલ્લેખ કરાયો નહોતો.