આ સિવાય ‘ક્યૂકી સાસ ભી બહૂ થી’ સિરીયલની અભિનેત્રી કેતકી દવે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ટયૂડાએ ફિલ્મમાં અભિનય કર્યો છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે દર્શકોને પેટ પકડીને હસાવશે.
10/11
અમદાવાદ: હવે ગુજરાતી ફિલ્મોનો એક નવો યુગ શરૂ થયો છે. દર્શકો હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષિત થઇ રહ્યા છે. એક પછી એક નવા અને અલગ-અલગ વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી જ એક ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ બોક્સ ઓફિસ પર 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ જવા રહી છે.
11/11
‘પપ્પા તમને નહીં સમજાય’ ગુજરાતી ફિલ્મમાં એબીપી ડિજિટલ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. આ ફિલ્મને ઘર્મેશ મહેતાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ વિશે વધુ જણાવીએ તો આ ગુજરાતી ફિલ્મમાં હિન્દી ફિલ્મના જાણીતો ચહેરો એવા જોની લિવર અને ગોલમાલમાં અભિનય કરી ચૂકેલા મનોજ જોષીએ અભિનય કર્યો છે.