શોધખોળ કરો
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ સાથે ઉડાવ્યો પતંગ, કહ્યું, - આગામી ચૂંટણીમાં ભાજપનો પતંગ કાપીશું

1/4

હાર્દિકે જણાવ્યુ કે, 'અમે ખેડૂતોની વિરુદ્ધ હોય તેનો પતંગ કાપવા માટે તૈયાર છીએ. અમારો જે માંઝો છે એ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કાપવા માટે છે. અમે કોઈના વિરુદ્ધમાં નથી પરંતુ સત્તાના વિરોધી એ માટે છીએ કારણ કે તેમણે લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે.
2/4

ગુજરાત દેશમાં સવર્ણ અનામતનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યુ કે, 'બધા કામમાં ગુજરાત પહેલું જ હોય છે, ભ્રષ્ટાચારમાં પણ પહેલું, એન્કાઉન્ટર કરવામાં પહેલું, રાજદ્રોહ લગાવવામાં પહેલું, ઈબીસી લગાવવામાં પણ પહેલું હોય છે. હાલ આ મુદ્દે સુપ્રીમમાં પડતર હોવાથી સુપ્રીમનો ચુકાદો હકારાત્મક આવશે તો અમે સરકારના નિર્ણયનું સ્વાગત કરીશું.
3/4

વડગામથી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી, તેમજ 2019ની લોકસભાની ચૂંટણીમાં 'સાહેબ'નો પતંગ કપાશે તેમ જણાવ્યું હતું. સાથે જ મેવાણીએ એમ પણ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં અમારો પતંગ સારો ચગી રહ્યો છે, દિલ્હીમાં પણ ચગશે કે નહીં એ સમય જ બતાવશે.
4/4

અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલે અમદવાદમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ઘરે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અહીં હાર્દિક અને જિગ્નેશે પતંગ ચગાવી હતી. સાથે જ મીડિયા સાથેની વાતચીત કરતા બંને યુવા નેતાઓએ સવર્ણોને આપવામાં આવેલા 10 ટકા અનામતથી લઈને આગામી ચૂંટણીને લઈને ભાજપનો પતંગ કાપવાની વાત પણ કરી હતી.
Published at : 14 Jan 2019 05:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
રાજકોટ
Advertisement
